માધવબાગ વિદ્યાભવન

માધવબાગ વિદ્યાભવનના બીજ શ્રી મૂળજીદાદાનાં મનમાં તેમના શિક્ષણકાળ દરમિયાન વવાયાં હતાં. જેની તેમનાં પુત્ર શ્રી ભરતભાઈ પટેલે કાળજી રાખી તેમનાં સ્વપ્નને માધવબાગ વિદ્યાભવનના રૂપે સાર્થક કર્યુ છે. સંસ્થાના આ વિચાર સ્તંભનું ખાત મુહુર્ત અમરોલીની પાવન ભુમિ પર તારીખ ૨૬/૪/૨૦૦૧ ને ગુરૂવારના શુભ દિવસે જેમનાં મનમાં આ બીજનું વાવેતર થયુ હતુ, એવા શ્રી મૂળજીદાદાનાં હસ્તે થયુ..

શાળાનું નિર્માણ એ ભરતભાઈ પટેલનાં માટે એક મંદિરનું નિર્માણ કરવા જેવી બાબત હતી જે તેમણે પોતાનાં અંગત ધ્યાનથી શાળાનું બાંધકામ કરાવ્યુ અને તારીખ ૧૦/૦૬/૨૦૦૧ ને ગુરૂવારનાં રોજ માધવના બાગમાં બાળકોનો કલરવ સંભળાવા લાગ્યો. જેમાં શિક્ષણનાં જીવ અને બહોળો અનુભવ ધરાવતા માધવબાગની ધુરા પોતાનાં હાથમાં સંભાળનાર એવા શ્રી સવજીભાઈ બી. પટેલનાં અનુભવી માર્ગદર્શન નીચે પ્રથમ વર્ષે ધોરણ ૧ થી ૭ ની શરૂઆત કરી પ્રથમ વર્ષેજ ૧૯૭ની સંખ્યા સાથે શાળામાં માં સરસ્વતીનાં ઉપાસકોએ પોતાના કાર્યનો આરંભ કર્યો. પ્રથમ વર્ષેજ ૧૦ વર્ગખંડ સાથે પ્રગતિના પંથે માધ્યમિકનું ઉત્કૃષ્ટ પાનું સાથે ઉમેરાયુ, પછી તો માધવબાગને શિક્ષણની પાંખો જ આવી ગઈ.

જેમાં બીજા વર્ષે ધોરણ ૮, ત્રીજા વર્ષે ધોરણ ૯ ની ઉડાનમાં નવો સાથ ભર્યો શ્રીમતી વીણાબેન પટેલનો જેમણે પણ શાળાની પ્રગતિમાં નવો ઉત્સાહ અને નાવીન્ય સભર શિક્ષણ સાથે ઈતર પ્રવ્રુતિનો માહોલ સર્જતી શિક્ષણ પ્રણાલીનો આર્વિભાવ કર્યો. પાંચમાં વર્ષથી ધોરણ ૧૦ તેમજ પાંચમાં અને છઠ્ઠા વર્ષે ધોરણ ૧૧ અને ૧૨(સામાન્ય પ્રવાહ)નાં શિખર સાથે પરિપૂર્ણ બની. સાતમાં વર્ષે વિચાર આવ્યો અંગ્રેજી માધ્યમનો કે ફૂલીફાલીને આગળ જતા ચાલું વર્ષે ધોરણ ૫ સુધી પ્રસર્યો. સમગ્ર વર્ષમાંના અનુભવનાં નિચોડ સમાન સર્જાયો વિજ્ઞાન પ્રવાહનો માહોલ. ધોરણ ૧૧, ૧૨ સાયન્સનો શુભ પ્રારંભ થયો.

About Founders

bharatbhai

શ્રી ભરતભાઈ પટેલ

પ્રમુખશ્રી

માધવબાગ ની સ્થાપના નો મુખ્ય હેતુ શાળા નો વિદ્યાર્થી ઉત્તમ જ નહી પણ સર્વોતમ બને અને અમને ગૌરવ છે કે આપ સૌના સાથ સહકારથી આપણે સૌ સાચી દિશા માં જઈ રહયા છીએ.માધવબાગ  શાળા નું મેનેજમેન્ટ હંમેશા આપણી સંસ્કૃતિ નાં સંસ્કારો મળે તેમજ આદ્યુનિક શિક્ષણ તેમજ દરેક નવી ટેકનોલોજીથી બાળક વંચિત ન રહે તેને માટે સતત ચિંતા કરે છે,અને માટે જ આપણી સંસ્થા એક જ સુત્ર પર આગળ વધી છે.

savjibhai

શ્રી સવજીભાઈ પટેલ

મેનેજિંગ ટ્રસ્ટી

અમારૂ સ્પષ્ટપણે એવું માનવું છે કે શાળાનો અને શિક્ષકોનો ધ્યેય બાળકોને માત્ર ભણાવવાનો નહોવો જોઈએ.
હવે તો વિજ્ઞાન પણ એ સ્વીકાર કરે છે કે બાળકોમાં અમયાર્દિત શક્તિઓ જન્મથી જ રહેલી છે, આપણી ફરજ બાળકોને ભણાવવાની સાથે મુક્ત વાતાવરણ પુરૂ પાડવાનું છે જેથી બાળકોમાં રહેલી અમયાર્દિત શક્તિઓ ઉજાગર થઈ શકે.