શાળામાં અમારો પ્રયત્ન બાળકોને આજનાં શિક્ષણ સાથે કારકીર્દી માટે જરૂરી સ્કિલનો વિકાસ કરી આત્મવિકાસનું સિંચન કરી આપનાર ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે, અને સાથે જરૂરી નેતૃત્વ નું માગદર્શન આપી એક આદર્શ ભારતીય બનાવનો છે.
શિક્ષણ ની આવી જ વ્યાખ્યા મહદઅંશે ભારતીય કે પ્રાશ્ચાત્ય શિક્ષણશાસ્ત્રીઓ એ જણાવી છે આથી કહી શકાય કે શિક્ષણ એટલે વિદ્યાર્થી નાં સંપુર્ણ વિકાસ ની પ્રકિયા.
૨૧મી સદી નાં પડકારો ને કુશળતાપુર્વક તથા સર્જનાત્મક રીતે મીલવા માટે વિદ્યાર્થીઓ ને ક્ષમતાપુર્વક બનાવવા જરૂરી છે.વિદ્યાર્થીઓ વિવિધ વિકાસ ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે તેને ધ્યાનમાં લઈ ને તેનામાં(૧)જ્ઞાનાત્મક,સર્જનાત્મક અને બોધાત્મક ક્ષમતાઓ (૨) ભાવાત્મક સંવેદાત્મક અને મૂલ્યાત્મક ક્ષમતાઓ તેમજ (૩)ક્રિયાત્મક અને કૌશલ્યાત્મક ક્ષમતાઓ વિકસાવ્વાનું છે.