૨૧મી સદી નાં શિક્ષણ નો અર્થ બદલાઇ રહયો છે,અત્યાર સુધી શિક્ષકો ભણાવતા હતા,હવે બાળકો ને ભણતા કરવા ઉપર ભાર છે.જ્ઞાનયુગ ના આ નવા શિક્ષણની આવશ્યકતાઓ ને ધ્યાનમાં રાખી ને રોજબેરોજ ની શિક્ષણ —પ્રશિક્ષણ પ્રવિધિઓ માં કેટલાક પાયા નાં ફેરફારો દાખલ કરવા પડશે જેમકે કેસ સ્ટડી,કિવઝ અન્વેષણ પ્રધ્ધતિઓ,પ્રશ્ર ઘડતર પ્રવૃતિઓ,નાટયપ્રયોગો,દૈનિક વર્તમાનપ્રત્રો અને સામાયિકો નો ઉપયોગ,નાના રિર્પોટ વગેરે બનાવીને વર્ગ મા ચર્ચા માટે રજુ કરવાની પ્ર્રવૃતિઓ વગેરે નિયમિત રીતે અપવાની ને વિદ્યાર્થીઓને જીવનભર ઉપયોગી થાય તેવી શિક્ષણની નવી શકિતઓ થી માધવબાગ માં વિદ્યાર્થીઓ ને સજ્જ કરવામાં આવે છે.
અમારૂ સ્પષ્ટપણે એવું માનવું છે કે શાળાનો અને શિક્ષકોનો ધ્યેય બાળકોને માત્ર ભણાવવાનો નહોવો જોઈએ. હવે તો વિજ્ઞાન પણ એ સ્વીકાર કરે છે કે બાળકોમાં અમયાર્દિત શક્તિઓ જન્મથી જ રહેલી છે, આપણી ફરજ બાળકોને ભણાવવાની સાથે મુક્ત વાતાવરણ પુરૂ પાડવાનું છે જેથી બાળકોમાં રહેલી અમયાર્દિત શક્તિઓ ઉજાગર થઈ શકે.
‘બાળકનો સંપૂર્ણ વિકાસ’ એ જ અમારો ધ્યેય છે અને ‘કેળવણીના ઉપવનમાં માનવીની મહેક’ એ જ અમારો મુદ્રાલેખ છે. શાળાનું મુક્તવાતાવરણ, ગુણવતાયુક્ત શિક્ષણ, અસરકારક નેતૃત્વ અને સર્જનાત્મક પ્રવૃતિઓ બાળકોના સંપૂર્ણ વિકાસની ખાતરી આપે છે તો ચાલો આપણે સૌ સાથે મળી ને આદર્શ બાળવિકાસ દ્રારા એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરીએ.