તારીખ 15/8/23 ને સોમવારના રોજ સ્વાતંત્ર દિન નિમિત્તે અમારી માધવબાગ વિધાભવનમાં સ્વાધીનતાના 76 વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહ રૂપે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ જોડાયા હતા. કાર્યક્રમના ધ્વજ વંદન કરીને તિરંગા ને સલામી આપવામાં આવી હતી તથા NCC કેડેડ એવી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી ઉપસ્થિત દરેક વ્યક્તિના દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવના જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પ્રસંગે અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તેમજ રાષ્ટ્ર ને સમર્પિત શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને અંતમાં નારાઓ બોલાવીને છુટા પડ્યા હતા.