માધવ મંચ 2.0

માધવબાગ વિદ્યાભવનમાં માધવ મંચ ૨.૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું 1. ટેકનોલોજી સાથેની મિત્રતા(Technology my Friend) 2.વિદેશમાં ભણવું હવે થશે વધુ સ્પષ્ટ અને સહેલું(Abroad Education) 3. સ્વાસ્થ્ય સાથેની સંગતતા(Health Wellbeing) ટેકનોલોજી સાથેની મિત્રતા વિષય પર નિષ્ણાતોએ વક્તવ્ય આપ્યું હતું. ઝંખના વૈષ્ણવ, સંદીપ દવે અને ડી. વી. ગામીત સર વાક્તાશ્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના બીજા દિવસે વિદેશ માં…

માધવ સુપ્રીયર વુમન ક્લબ

આજની દીકરીઓને સક્ષમ બનાવવા તેમજ 21મી સદીને ઉજાગર કરવા માટે “Madhav Superior Women Club” ચાલવામાં આવે છે. જેમાં પર્સનાલીટી ડેવલોપમેન્ટ, આત્મનિર્ભર, સ્કીલ ડેવલોપમેન્ટ, નારી શક્તિને ખીલવવા, સેલ્ફ ડીફેન્સ, સ્પર્ધાત્મક યુગમાં કદમ મિલાવવા વગેરે સ્કીલ ડેવલોપ કરવામાં આવે છે.

વાલી સેમિનાર

નર્સરી થી ધોરણ 11 માં અલગ અલગ વિષય ઉપર વાલીસેમિનાર કરવામાં આવ્યો હતો. જેમાં પુનિત જોષી “Parenting ni Pathashala”, ચિંતન પાઠક “Cyber Security and Digital Wellbeing” અને શસી સૈની “Nutrition and Healthy Food” વિષય ઉપર સેમીનાર આપવામાં આવ્યો હતો.  

સ્વાતંત્ર દિન

તારીખ 15/8/23 ને સોમવારના રોજ સ્વાતંત્ર દિન નિમિત્તે અમારી માધવબાગ વિધાભવનમાં સ્વાધીનતાના 76 વર્ષ પૂર્ણ થવાના ઉત્સાહ રૂપે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ જોડાયા હતા. કાર્યક્રમના ધ્વજ વંદન કરીને તિરંગા ને સલામી આપવામાં આવી હતી તથા NCC કેડેડ એવી શાળાની વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી…

આઝાદીના અમૃત મહોત્સવ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય તિરંગા રેલીનું મુખ્ય આકર્ષણ 30 ફૂટ મોટો તિરંગો, સૈનિકો,ભારત માતા,ક્રાંતિવીરો હતા. ભવ્ય તિરંગા રેલીની શરૂઆત શાળાના વાલી મિત્રો શ્રીઓએ કરી હતી.આ રેલી સૃષ્ટિ વિસ્તારમાં તેમજ છાપરાભાઠા રાધિકા પોઇન્ટ વિસ્તારમાં નીકળી હતી. રેલીમાં દરેક વિદ્યાર્થીઓને શાળા દ્વારા નિશુલ્ક રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યો હતો. આ રેલીમાં…

વિજયપથ

શાળાના આખા વર્ષના આયોજન *વિજયપથ * મુજબ તા: 30/07/2023 ને રવિવારના રોજ ધો: 10 અને 12 નો *વિધાથી-વાલી સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન* કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવનમાં થયો હતો. જેમાં ધો: 10/12 માં જે વિધાથીઓ A1 A2 ગ્રેડ મેળવનાર વિધાથીઓનું મહેમાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.અને પિયુષભાઈ-પરેશભાઈ દ્વારા હાલ ધો 10 અને 12માં અભ્યાસ કરતા…

આચાર્ય વંદના

આચાર્ય વંદના કાર્યક્રમ શાળાના બાલભવન, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં આચાર્ય તેમજ શિક્ષકોનું  વિધાર્થીઓ દ્રારા પૂજન કરવામાં આવ્યું અને મહત્વ સમજવામાં આવ્યું હતું.

શિક્ષક દિન

શિક્ષક દિન નિમિતે શાળાના પ્રાથમિક વિભાગના શ્રી મહાદેવભાઈએ શાળાના પ્રાથમિક વિભાગના સીનીયર શિક્ષકોનું તેમના ઘરે જઈ સન્માન કર્યું. આ કાર્યમાં વિદ્યાર્થીઓ અને શાળાના બીજા શિક્ષકો પણ મહાદેવભાઈની સાથે જોડાયા હતા. દરેક શિક્ષકો તેમના પરિવાની ઉપસ્થિતિ માં તેમનું સન્માન થવાથી ખુબ જ ખુશ થયા અને શાળા પરિવારનો આભાર માન્યો હતો.